ઓર્ગેનિક ખેતી:ખંભાળીયાના ખેડૂતે 8 વીઘામાં સીતાફળનું વાવેતર કરી 6 થી 8 લાખનું ઉત્પાદન મેળવ્યું

ભેંસાણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાસાયણિક ખાતર,જંતુનાશક દવાને જાકારાથી ખર્ચમાં થયો ઘટાડો

ભેંસાણ પંથકના ખંભાળીયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી શરૂ કરી મબલખ ઉત્પાદન મેળવ્યું હતું.આ અંગેની મળતી વિગત મુજબ,ભેંસાણ તાલુકાના ખંભાળીયા ગામે રહેતાં પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ રામાણીએ પોતાની 8 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને 1 કે.જી તરીકે ઓળખ ધરાવતા સીતાફળનું વાવેતર કર્યું હતું અને રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ખર્ચ કર્યા વિના જ 8 વિઘા જમીનમાં 6 થી 8 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું.હાલ આ સીતાફળ 50 રૂપિયે કિલોના ભાવે વેંચાણ થતું હોવાનું કાંતિભાઈએ જણાવ્યું હતું.

2 વર્ષ માવજત કરી'તી
આ અંગે ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે 2 વર્ષ માવજત કરી હતી અને ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.અને હાલ ઓર્ગેનિક ખેતી કરવી પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...