સાર્વત્રિક વરસાદ:દોઢ મહિનામાં 7 ઇંચ, 2 દિવસમાં 5 ઇંચ વરસાદ

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2 દિવસથી ભેંસાણ પંથકને ધમરોળતા મેઘરાજા
  • ભારે વરસાદથી નદી,નાળા છલકાયા, પાકને જીવતદાન મળ્યું

ભેંસાણ પંથકને છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. 2 દિવસમાં 5 ઇંચ વરસાદ પડી જતા નદી, નાળા, તળાવો, ચેકડેમો છલકાઇ ગયા છે અને ડેમોમાં પણ નવા નીરની આવક થઇ છે. પરિણામે પાકને જીવતદાન મળતા ખેડૂતોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. ભેંસાણ પંથકમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું છે.

દરમિયાન વાવેતર કર્યા બાદ અગાઉ દોઢ મહિનામાં માત્ર 7 ઇંચ જ વરસાદ પડ્યો હતો. આમ, વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભિતી સતાવી રહી હતી. પાક નિષ્ફળ જાય તો મોંઘાભાવના બિયારણ, ખાતર, દવા વગેરેનો ખર્ચ માથે પડતા આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે તેમ હતું. દરમિયાન છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ભેંસાણ પંથકમાં મુકામ કરી 5 ઇંચ વરસાદ વરસાવી દીધો છે. જ્યારે છેલ્લા 15 દિવસમાં કુલ 18 થી 19 ઇંચ વરસાદ પડી જતા પાકને જીવતદાન મળ્યું હોય ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...