કાર્યવાહી:ભેંસાણમાં માસ્ક ન પહેરનાર 46 લોકોને રૂ. 200 લેખે દંડ ફટકાર્યો

ભેંસાણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ દ્વારા ભેંસાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. - Divya Bhaskar
પોલીસ દ્વારા ભેંસાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
  • કોરોના મહામારીમાં નિયમોનો ભંગ કરનાર સામે લાલઆંખ

ભેંસાણમાં માસ્ક ન પહેરનાર લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો.કોરોના મહામારીમાં માસ્ક પહેરવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પણ જરૂરી છે તેમ છતાં અમુક લોકો આ નિયમોનું પાલન કરતા નથી ત્યારે જ ભેંસાણની વાત કરીએ તો એસ પી સૌરભ સિંઘ,ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ દવે,કેતનભાઈ,સરમણભાઈ સહિતના સ્ટાફે પરબચોકડી પર ચેકીંગ હાથ ધર્યું હતું અને માસ્ક ન પહેરનાર 46 લોકોને દંડ ફટકારી કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...