રેઈડ:ગળથ ગામની સીમમાંથી 39 બોટલ દારૂ પકડાયો

ભેંસાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ફરાર, 19,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

ભેંસાણ પંથકનાં ગળથ ગામની સીમમાં પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી 39 બોટલ દારૂ ઝડપી લીધો હતો.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભેંસાણનાં ગળથ ગામે એક મકાનમાં દારૂ છુપાવેલો હોય પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી 39 બોટલ દારૂ ઝડપી લીધો હતો. જો કે, હેંમાગ વસંતભાઈ બોરીચાંગર નાસી જતા પોલીસે અટક કરવાની તજવીજ હાથ ધરી હતી. અને બાઈક સહિત 19,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. વધુ તપાસ પોહેકો એસ.એન.વાણીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...