વાલીઓમાં રોષ:સરકારી શાળાનું 31 વર્ષ જૂનું બિલ્ડીંગ જર્જરિત, 300 છાત્રોનાં જીવ પર જોખમ

ભેંસાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ શાળાએ પહોંચ્યા, તાળા બંધી11ની ઉચ્ચારી ચીમકી, શિક્ષણનો બહિષ્કાર કરાશે

ભેંસાણ જીનપ્લોટ શાળાનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોઈ અને પોપડા પડી રહ્યાં હોવા છતાં નવીનીકરણ કરવામાં ન આવતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યોં છે.

ભેંસાણ જીનપ્લોટ સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે.જે રૂમોનું બાંધકામ 31 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.હાલ આ શાળામાં ધો.1 થી 8 માં 300 છાત્રો અભ્યાસ અર્થે આવી રહ્યાં છે.પરંતુ જર્જરિત બિલ્ડીંગના લીધે પોપડા પડી રહ્યાં છે.જેથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.અને લાખોનો ખર્ચ કરી પ્રોજેકટરરૂમ, કોમ્પ્યુટરરૂમ છાત્રોના અભ્યાસ માટે ફાળવવામાં આવ્યાં છે.

પરંતુ ચોમાસામાં શોર્ટ સર્કિટનો ભય રહે છે. તેમજ પોપડામાંથી પાણી ટપકે છે. હાલ શાળાના રીનોવેશન માટે 8 લાખનું એસ્ટીમેન્ટ બનાવાયું છે. પરંતુ ગ્રાંટ ફાળવાઈ ન હોય કામ શરૂ થતું નથી.જો વેકેશન દરમિયાન કામ શરૂ નહીં કરાઈ તો આંદોલનની ચિમકી વાલીઓ દ્રારા ઉચ્ચારવામા આવી છે.

રજૂઆત કરાઈ પરિણામ નહીં?
આ પ્રશ્નને લઈ વાલીઓ દ્રારા છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે.છતાં કોઈ જ પરિણામ મળ્યું ન હોય ભારે રોષ જોવા મળી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...