સમસ્યા ઉકેલવા માંગ:બાંટવા શહેરમાં પાલિકાના વાંકે પાણીનો થઈ રહ્યો છે વેડફાટ, શાળાએ જતા બાળકોને ગંદા પાણીમાંથી થવું પડે છે પસાર

બાંટવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગંદા પાણીમાંથી પસાર થતા બાળકો - Divya Bhaskar
ગંદા પાણીમાંથી પસાર થતા બાળકો

બાંટવા પાલિકા દ્વારા લાખોના ખર્ચે ધોલાઈ ઘાટો બનાવવામાં આવ્યા છે. જ્યાં બોર અને મોટર પંપ પણ રખાયા છે. પરંતુ હાલ સત્તાધીસો અને પુરવઠા અધિકારીઓની બેકાળજીના કારણે અમુક જગ્યા પર આ મોટર બંધ છે તો અમુક જગ્યાએ લીકેજના કારણે બેફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે શહેરના નાનાઝાંપા પાસે પીરની દરગાહ નજીક છેલ્લા ઘણા સમયથી એક સાંધો લીકેજ હોવાના કારણે લોકોએ અનેક રજૂઆતો કરી છે. છતા કોઈ ત્યા ફરકતુ નથી. અને આ લીકેજ હોવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

અહીંથી પસાર થતા લોકો અને શાળાએ જતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને બાંટવા શહેરમાં આવી સમસ્યાનો વહેલીતકે ઉકેલ લાવે એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...