તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:બાંટવા પાલીકા વેરા વધારો કરતા પ્રજાએ રોષ ઠાલવી વિરોધ નોંધાવ્યો

બાટવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરી વસ્તુના ભાવ આસમાને ત્યારે વેરો વધારો પડ્યા પર પાટુ સમાન

બાટવા નગરપાલીકાએ મકાન વેરો વધારો કરતાં પ્રજામાં રોષ ફેલાયો છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ , દુઘ સહિતની ચીજ-વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ઉપરથી વેરા વધારો કરતા પડ્યા પર પાટા સમાન સ્થિતીનું નિર્માણ થયું છે. ગત વર્ષે કોરોના કાળમાં નગર સેવા સદનના સત્તાધીશોએ બોર્ડ મીટીંગમાં ભાવ વધારો નક્કી કર્યો હતો.

જે વેરા વધારો ચાલુ વર્ષે લાગુ કરતા સ્થાનિક વાસીઓએ રોષ વ્યક્ત કરતા પાલીકાનો વિરોધ કર્યો હતો. એક તરફ સરકાર જીવન જરૂરીયાત ચીજ વસ્તું જેવી કે પેટ્રોલ, ડીઝલ, દુધ સહિતનાઓમાં ભાવ વધારો ઝીકાયો છે. ત્યારે પાલીકાએ વેરો વધારો કરતા પ્રજામાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. બીજી તરફ બાટવા પાલીકામાં વિરોધ પક્ષ ન હોવાને લીધે એક તરફી શાસન ચાલી રહ્યું હોવાનો સુર ઉઠ્યો હતો.

ગત વર્ષે લેવાયેલો નિર્ણય ચાલુ વર્ષે લાગુ કર્યો
પ્રજામાં વેરો ભરવામાં વધુ જાગૃતતા આવે અને આ નિર્ણય ગત વર્ષે લેવાયો હતો જે ચાલુ વર્ષ 2020-21માં લાગું કરવામાં આવ્યો છે. આમ તો સરકારે કહ્યુ છે કે દર બે વર્ષે 10 ટકા વેરો વધારો જણાવ્યું છે. પરંતુ અમે આ વર્ષે લાગું કર્યો છે. > પાલીકા ચીફ ઓફીસર વાઘેલા

અન્ય સમાચારો પણ છે...