અકસ્માતનો ભય:બાંટવા પાલીકાની બેદરકારી, લોકો અંધારામાં અથડાય છે

બાંટવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા સાંજે સ્ટ્રીટ લાઈટ સમયસર શરૂ ન કરતાં અકસ્માતનો ભય

બાંટવામાં સાંજ પડે એટલે શહેર અંધાર પટ્ટમાં ફેરવાય જાય છે. પાલીકા તંત્ર દ્વારા શેરીઓની લાઈટ સમયસર શરૂ ન કરવામાં આવતા સ્થાનિકો જીવના જોખમે અંધારામાં પસાર થવા મજબુર બન્યાં છે. તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ સાંજે મોળી શરૂ કરવામાં આવતી હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે. જેના કારણે રાત્રે મજુરી કામ કરીને આવતા લોકોને હટાણુ લેવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને લીધે રાહદારીઓને વાહનચાલકોની લાઈટો સામે પડતા લોકો ભયભીત થતા જોવા મળે છે. ઉપરાંત દુધનું લગવું ભરીને જીવના જોખમે અકસ્માતનાં ભય હેઠળ નિકળી રહ્યા છે. તંત્રને લોકોના જીવની કોઇ પરવાહ ન હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...