ગ્રાહકને હડધુત કરતા હોવાની રાવ:બાંટવા બીઓબી કર્મીના અરજદાર સામે ઉદ્ધતાઇ ભર્યા વર્તનથી રોષ

બાંટવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાંટવાની બેંક ઓફ બરોડાના કર્મીના ઉધતાય ભર્યા વર્તન સામે અરજદારોમાં રોષ ફેલાયો છે. ઘેડ વિસ્તાર અને બગસરા ઘેડમાં ચારેકોર પાણી ભરાયા હોવાથી તમામ સેવાઓ ઓફીસો, બેંકો, સરકારી કચેરીઓ ઠપ થઈ ગઈ છે. રસ્તાઓ બંધ હોવાથી અરજદારો બેંકના કામકાજ માટે ફરજીયાત મહામુસીબતે બાંટવાની બ્રાંન્ચમાં આવવા મજબુર બન્યાં છે.

દરમ્યાન ટ્રકનો હપ્તો ભરવાનો હોવાના લીધે બાંટવા બેંક ખાતે પહોંચ્યા હતા. દરમ્યાન બેંક ઓફ બરોડાના કર્મી લખમાણભાઈ તેમજ પટ્ટાવાળાએ સ્લીપ ફરી દેવાના બહાને હડધુત કરી રહ્યા હોવનું જાણવા મળ્યું હતું. ગ્રાહકે ચેમ્બરનો દરવાજો ખોલતાની સાથે અંદર કેમ આવ્યા આવવું નહીં તેમ જણાવી હેરાન કરતા હોવાની રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...