તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:એકલેરામાં તણાઇ જતાં માલધારી યુવાન મોત

બાંટવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુધ દેવા જતો 'તો ત્યારે ખોડવાવ પાસેનાં પુલીયામાં ગરકાવ

એકલેરા ગામે રહેતો માલધારી યુવાન સવારે દુધ દેવા જતો હતો ત્યારે ખોડવાવ ગામ પાસે પુલીયા પર પાણીમાં ગરકાવ થઇ જતાં તેનું ડુબી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાંટવાનાં એકલેરા ગામે રહેતા વીરા ઉર્ફે સંજય રૈયાભાઇ શામળા શુક્રવારે સવારે સાતેક વાગ્યે એકલેરાથી બાઇક પર દુધ દેવા ધરશન ગામે જતા હતા ત્યારે ખોડવાવ પાસે આવેલા પુલીયામાં વધુ પાણી હોઇ તેમાં ગરકાવ થઇ ગયા હતા. જેથી તેની શોધખોળ આદરી હતી. અને ગઢવાણા ધરશન વચ્ચેનાં તળાવ પાસેથી તેમની લાશ મળી આવી હતી. 22 વર્ષીય યુવાનનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ છવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...