બાંટવા પંથકનાં નાકરા ગામથી આંબલીયા ગામને જોડતો 6 કિમીનો માર્ગ વર્ષ 2015માં બનાવવામાં આવ્યો હતો. પરંતુ મટીરીયલ્સ નબળુ વાપરવામાં આવ્યું હોય 6 માસમાં જ રોડ તૂટવા લાગ્યો હતો. અને ગેરંટી પીરીયડ દરમિયાન આડેધડ થીગડા મારી દેવાયા હતા. હાલ આ માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તેમજ વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. લોકોએ કહ્યું હતું કે આ 6 કિમીનું અંતર કાપવા માટે પોણા કલાકનો સમય નિકળી જાય છે.
રજૂઆતો કરીને થાક્યા : આગેવાન
આ અંગે આંબલીયા ગામના આગેવાન વિજયભાઈ હાથલીયાએ કહ્યું હતું કે, આ અંગે અનેક રજૂઆતો કરી છે. છતાં તંત્ર સાંભળતુ નથી. આ માર્ગની મરામત કરવી જરૂરી છે.
માર્ગનું નવિનિકરણ જરૂરી : વેપારી
આ અંગે બાંટવાથી મટીયાણા કાયમી અપડાઉન કરતા પાનના વેપારી હીરેનભાઈ ઝાલાએ કહ્યું હતું કે, આ માર્ગ પર 6 માસમાં જ કાંકરીઓ ઉખડી ગઈ હતી અને નબળુ કામ થયું હોય લોકોને ભોગવવું પડી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.