કાર્યવાહીની માંગ:બાંટવા બસ સ્ટેશન પાસે 6 માસ પહેલા જ બનેલા રોડમાં ગાબડાં

બાંટવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નબળી કામગીરીની ચર્ચા, તપાસ કરી કાર્યવાહીની માંગ

બાંટવા બસ સ્ટેશન પાસે થોડા સમય પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગાબડા પડવા લાગતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.બાંટવા બસ સ્ટેશન પાસે છ મહિના પહેલા સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી લોકોમાં રાહત પ્રસરી હતી.

જો કે, થોડા સમયમાં જ આ સીસી રોડમાં ખાડાઓ પડવા લાગ્યા હતા.અને જે જગ્યા પર રીપેરીંગ થયું ત્યાં ફરી ખાડાઓ જોવા મળી રહ્યાં છે. જેથી જે તે સમયે મટીરીયલ્સ પણ નબળી ગુણવંત્તાનું વપરાયું હોવાની શક્તાઓ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...