ફરિયાદ:બાંટવામાં નવ નિર્માણ પામી રહેલા સ્નાન ગૃહની કામગીરીમાં લોટ, પાણીને લાકડા

બાંટવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળા પથ્થર વાપર્યા હોવાની ફરિયાદ

બાંટવામાં સ્નાન ગ્રુહની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. ત્યારે તેમાં હલકી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળા પથ્થરનો ઉપયોગ કર્યો હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠી છે. બાંટવા રાજપુત પરામાં સ્નાન ગ્રુહ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નબળી કમાગીરી થઇ રહી હોવાની લોકોમાંથી રાવ ઉઠી છે. લોકોના જણાવ્યાં પ્રમાણે હલકી ગુવત્તાવાળા પથ્થર વાપર્યા છે. આમ હાલ ચણતર કરેલી કામગીરી જોતા સ્પષ્ટ પણે નબળાં પથ્થરનો ઉપયોગ કર્યો હોવાનું નજરે પડે છે. આથી જવાબદાર તંત્ર દ્વારા સ્થળ નિરિક્ષણ કરી યોગ્ય કામગીરી કરવા લોક માંગ ઉઠી છે.

હું તપાસ કરાવું છું : નબળી કામગીરી બાબતે સી.ઓ. પરમારને પુછતાં તેમણે જણાવ્યું હતું. કે હુ આવ્યો તે પહેલા કોન્ટ્રાક્ટર અપાયેલો છે. પરંતુ નબળી કામગીરી નહીં ચલાવી લેવામાં આવે હું તપાસ કરાવું છું.

કામગીરી રોકવા સુચના આપી હતી :
એન્જીનીયર : હલકી ગુણવત્તાવાળા પથ્થર વાપર્યા હોવાની ફરિયાદ આવતાં મે કામગીરી બંધ કરવા સુચના આપી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કામગીરી શરૂ રાખવામાં આવી હતી. -ધ્રપેશ સવાણી, એન્જીનયર, બાંટવા

અન્ય સમાચારો પણ છે...