તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુતિયા નળ કનેક્શનોનો સર્વે:બાંટવાના 120 ભુતિયા નળ કનેક્શન ધારકોને કનેક્શન દીઠ 1,100 દંડ કર્યો

બાંટવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુતિયા નળ કનેક્શનોને કાયદેસર કરવા બાંટવા ચીફ ઓફિસરે નોટીસ પાઠવી
  • 31 ડિસે. સુધીમાં કાયદેસર કરવા સુચના, ત્યારબાદ સ્થળ પર જ દંડ વસુલાશે

બાંટવા શહેરમાં રહેલા ભુતિયા નળ કનેક્શનોનો સર્વે કરવા માટે બાંટવા નગરપાલીકા ચીફ ઓફીસરે સુચના આપી હતી. સાથોસાથ શહેરના તેવા તમામ લોકોને ગેરકાદેસર નળ કનેક્શનો સાત દિવસમાં કાયદેસર કરવા નોટીસ પાઠવી કડક સુચના આપવામાં આવી હતી.

આ બાબતે બાટવા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ વાધવાણી તથા સભ્યો દ્વારા પોતાના વિસ્તારના 120 જેટલા નળ કનેક્શનોને એક કનેક્શન દીઠ રૂ.1,100 ભરી કાયદેસર કરવામાં આવ્યા હતા. બાકી રહી ગયેલા ભુતિયા નળ કનેક્શનોને આગામી 31 ડિસેમ્બર સુધીમાં કાયદેસર કરવા ચીફ ઓફીસર એમ.એમ. વાઘેલાએ નોટીસ પાઠવી જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ પણ જો નળ જોડાણે કાયદેસર નહિ કરવામાં આવે તો તમામ લોકો પાસેથી ગુજરાત રહેણાંક પાણી વિતરણ અધિનિયમ-2019 મુજબ સ્થળ પર દંડ વસુલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો