ખનીજ ચોરી:લાંગડમાં સરપંચના પતિ-પુત્ર સામે ખનીજ ચોરીની ફરિયાદ

બાંટવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી પડતર અને સુજલામ સુફલામ યોજનાના ડેમમાં ખોદકામ કર્યું

માંગરોળ તાલુકાના છેવાડાના લાંગડ ગામે સુજલામ સુફલામ યોજનાના ડેમમાંથી સરપંચના પતિ-પુત્રએ ખનીજ ચોરી કર્યાની ફરિયાદ ઉઠી છે.

લાંગડ ગામના દેવાભાઇ કમાભાઇ સહિત ગામલોકોએ ખાણ ખનીજ વિભાગ ઉપરાંત મામલતદાર, સિંચાઇ વિભાગ અને કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેમાં સરપંચના પતિ અને પુત્રએ સરકારી પડતર જમીન તેમજ સુજલામ સુફલામ યોજનાના ડેમમાંથી ખનીજ ચોરી કર્યાનો આક્ષેપ કર્યો છે. જેમાં એક ટ્રેક્ટરના રૂ. 200, બાજુના ગામડેથી આવે તો રૂ. 300 અને ડમ્પરના રૂ. 2000 લીધાનું જણાવ્યું છે. જેના ભાગરૂપે તા. 3 ના રોજ સિંચાઇ વિભાગના અધિકારીઓએ સર્વે કરી જણાવ્યું હતું કે, ખનીજ ચોરી થઇ છે. બાદમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી પણ સ્થળ તપાસ માટે આવ્યા હતા. અને અન્ય વિભાગ દ્વારા જાણીને પછી તપાસ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...