તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:બાંટવા-પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

બાંટવા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રક નીચે બાઈક ચાલક કચડાઇ જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું

બાંટવા થી પોરબંદર હાઈવે પર પાજોદ ગામ નજીકના વણાંકમાં ટ્રક સાથે બાઈકનું ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

પાજોદના ખારા પાસે બાઈક વણાંકમાં એક ટ્રક એંરડી ભરીને આવતો હતો. ત્યારે પોરબંદર તરફ જતા બાઈક ચાલકને ટ્રકે હડફેટે લેતાં બાઈક ચાલક ટ્રક નીચે આવી જતા કચડાઇ જતાં ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમાં બાઈક ચાલક લખમણભાઈ મસરીભાઈ ઓડેદરા રહે.પોરબંદર હોવાનું માલુમ પડ્યું છે. ઘટનાની જાણ બાંટવા પોલીસને કરાતા તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે લાશને પીએમ માટે માણાવદર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યરબાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો