તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:બાંટવાના શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત

બાંટવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો
  • લોકડાઉનમાં ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું

બાંટવાની સરકારી હાઈસ્કુલના શિક્ષને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો અચલા એજ્યુકેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. અચલા એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે દર વર્ષે પારિતોષિક પ્રતિવર્ષ આપવામાં આવે છે. જેમાં બાંટવા હાઈસ્કુલના ઈનોવેટીવ શિક્ષક ડો. કૃણાલ પંચાલની પસંદગી કરવામાં આવી હતી. તેમના દ્વારા લોકડાઉન દરમ્યાન પણ સોશ્યલ મિડીયાના માધ્યમથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું.

સાથોસાથ શાળામાં દાતાઓની મદદથી ભૌતિક સુવિધાઓ વધારી, કોમ્પ્યુટર લેબનું આધુનિકીકરણ કરી સ્માર્ટ વર્ચુઅલ ક્લાસ જેવી સુવિધાઓની જવાબદારી સાંભળી હતી. શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ, કારકિર્દી માર્ગદર્શન તથા ઇકો ક્લબને કાર્યાન્વિત કરી વિદ્યાર્થીલક્ષી ઉત્તમ સુવિધાઓ ઉભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો