કાર્યવાહી:બાંટવા નગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર 30 મિલ્કત સીલ કરાઈ

બાંટવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહિવટદાર, ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી, 2 એ સ્થળ પર જ વેરાની ભરપાઈ કરી

બાંટવા પાલિકા વિસ્તારમાં આવતા રહેણાંક તેમજ શોપીંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા વેપારીઓને છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા વારંવાર બાકી વેરો ભરી જવા જાણ કરવામાં આવી હોવા છતાં મિલ્કતવેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા શહેરમાં 30 જેટલા બાકીદારોની નોટીસ બજવણી કરી મિલ્કત સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગેની મળતી વિગત મુજબ બાંટવા પાલિકાના તળાવ વિસ્તાર, કૃષ્ણપરા, તિલક રોડ, શાકમાર્કેટ પાસે તથા માણાવદર રોડ વિસ્તારમાં મિલ્કત ધારકોને નોટીસ અાપવામાં આવી છે. શહેરમાં 150 જેટલા બાકીદારો 3 દિવસમાં બાકીવેરો ભરી જવા કડક સુચના અપાઈ છે. જેમાંથી આજે 30 જેટલી મિલ્કતો, દુકાનો, ઘર સહિત સીલ કરાયા છે. આ કાર્યવાહીને લઈ બે અરજદારોએ સ્થળ પર જ વેરાની ભરપાઈ કરી હતી. આ કામગીરીમાં પાલિકાના વહિવટદાર મારૂભાઈ, ચીફ ઓફિસર પી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ ટેક્ષ શાખાના મનોજભાઈ રાઠોડ, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ રોહીતભાઈ વાઢેર જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...