લોકડાઉન:રાજુલાની મુખ્ય બજારમાં દુકાનો બંધ કરાવતા ટોળા એકઠા થયા, MLA અંબરીશ ડેર દોડી આવ્યા

અમરેલીએક વર્ષ પહેલા
રાજુલામાં લોકોના ટોળા એકઠા થયા
  • શહેરના વેપારીઓ નારાજ થયા, ધારાસભ્યને રજૂઆત કરી

રાજ્ય સરકાર દ્વારા આજથી દુકાનો ખુલી રાખવાની છૂટ આપી છે. ત્યારે મુખ્ય બજાર અને કોમ્પ્લેક્ષ વિસ્તારમાં દુકાનો બંધ રાખવાની રાજ્ય સરકારની ગાઈડલાઇન છે. તેવા સમયે આજે રાજુલા શહેરમા વિવાદ ઉભો થયો છે. અહીં વહેલી સવારથી સમગ્ર રાજુલા શહેર ધમધમતું થયું હતું. જેને લઈને ચીફ ઓફિસર અને તંત્ર દ્વારા લાલ આંખ કરાઇ હતી. અહીં ચીફ ઓફિસર  અને તંત્રની સૂચના મુજબ પોલીસ દ્વારા કેટલીક મુખ્ય બજાર અને કોમ્પ્લેક્ષ ની દુકાનો બંધ કરાવી હતી. જેના કારણે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ અહીં ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવતા વેપારીઓ મોટી સંખ્યામા એકઠા થયા હતા અને રોષ જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ અહીં દોડી આવ્યા હતા અને વેપારીઓ દ્વારા રજૂઆત કરાઇ હતી.

પોલીસ સરકારની ગાઈડ લાઈન મુજબ ચાલી રહી છે 

બીજી તરફ અહીં સ્થાનિક વેપારીઓ દ્વારા મુખ્ય બજારને છૂટ આપવાની માંગ કરી હતી. જો કે અહીં થોડીવાર માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, યાર્ડ ચેરમેન, પ્રાંત અધિકારી વગેરેને રજૂઆતો કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તંત્ર અને પોલીસ તંત્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ચાલી રહ્યા છે. 

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...