કોરોના વાઇરસ:લોકડાઉનમાં પીપાવાવ પોર્ટ ચાલુ, હજારો કર્મચારીના આવન-જાવનથી કોરોનાના સંક્રમણનો ભય, બંધ કરવાની ગ્રામજનોની માંગ

અમરેલી2 વર્ષ પહેલા
લોકડાઉન હોવા છતાં પીપાવાવ પોર્ટ ધમધમી રહ્યું છે
  • કર્મચારીઓને 15 અપ્રિલ સુધી પીપાવાવ પોર્ટમાં રાખવા સ્થાનિક લોકોની માંગ

અમરેલી: કોરોના વાઇરસની મહામારીને લઇને દેશમાં લોકડાઉન છે. પરંતુ અમરેલીનું પીપીવાવ પોર્ટ હજુ પણ ધમધમી રહ્યું છે. આજુબાજુના ગામોમાંથી રોજ હજારો કર્મચારીઓ આવન-જાવન કરી રહ્યા છે. આથી કોરોના વાઇરસના સંક્રમણનો ભય ગ્રામજનો વ્યક્ત કર્યો છે. સ્થાનિક લોકોએ પીપાવાવ પોર્ટને બંધ કરવા માંગ કરી છે. 15 એપ્રિલ સુધી પીપાવાવ પોર્ટમાં કામ કરતા કર્મચારીઓને અંદર રાખવા પણ માંગ કરી છે. રાજુલા કોસ્ટલમાં માત્ર પીપાવાવ પોર્ટ જ ધમધમી રહ્યું છે. કોરોના વાઇરસને કારણે મોટાભાગના ઉદ્યોગો બંધ કરી દેવામાં આવ્યા છે. 

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...