તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:લતા મંગેશકરે ફોન કર્યો, મારા પી.એ.ને અમરેલી આવવું છે

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
લતા મંગેશકર ફાઈલ તસવીર - Divya Bhaskar
લતા મંગેશકર ફાઈલ તસવીર
 • લતાના મદદનીશ મહેશભાઇ રાઠોડના વૃદ્ધ પિતા બિમાર હોવાથી મુંબઇથી અમરેલી આવવું હતું

દેશમા લોકડાઉનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગમે તેવી સેલીબ્રીટીને પણ તંત્રની પરમીશનની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. લતા મંગેશકરના પી.એને અમરેલી આવવુ હોય તેમણે ફોન પર અહીંના ડોકટર કાનાબારની મદદ માંગી અને આખરે તંત્રમા જરૂરી પરમીશનની વિધી પુર્ણ થતા તેમના પી.એને અમરેલી આવવાની મંજુરી મળી ગઇ છે.

લતા મંગેશકરે અમરેલી જિલ્લા ભાજપના આગેવાન ડોકટર ભરત કાનાબારની ટેલીફોન પર મદદ માંગી
લોકડાઉનના કારણે આવશ્યક ન હોય તેવી મુસાફરી પર રોક લાગેલી છે. તંત્રની પરમીશન સાથે એકથી બીજા સ્થળે જઇ શકાય છે પણ આ પ્રક્રિયા પણ જટીલ છે. સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરના મદદનીશ મહેશભાઇ રાઠોડ અમરેલી જિલ્લાના વતની છે. તેમના વૃધ્ધ પિતા હાલમા બિમાર છે. જેથી તેમને મુંબઇથી અમરેલી આવવુ હતુ. લતા મંગેશકરે આ માટે મદદરૂપ થવા અમરેલી જિલ્લા ભાજપના આગેવાન ડોકટર ભરત કાનાબારની ટેલીફોન પર મદદ માંગી હતી. 

તંત્રએ ઓનલાઇન પરમીશન મંજૂર કરી દીધી
તેમણે આ અંગે નોડેલ ઓફિસર-આયોજન અધિકારી ગોહેલનો સંપર્ક કર્યો હતો અને તેમણે આ માંદગીની બાબતને અગ્રતા આપી ઓનલાઇન પરમીશન મંજુર કરી દીધી હતી. જેને પગલે મહેશભાઇ રાઠોડ આજે કાર લઇ અમરેલી આવી પહોંચ્યા હતા અને આરોગ્ય ચકાસણી તથા કવોરેન્ટાઇનની તમામ વિધી પુર્ણ કરી તેમના ઘરે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો