તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:જાફરાબાદના કાગવદરમાં સરપંચે પોતાની ક્રેટા કાર ટેન્કર પાછળ જોડી ગામમાં દવાનો છંટકાવ કર્યો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેન્કર પાછળ ક્રેટા કાર જોડી દવાનો છંટકાવ કર્યો
  • કાર પર ફૂવારા ગોઠવી આખા ગામમાં દવાનો છંટકાવ કર્યો

અમરેલી: જાફરાબાદ તાલુકાના કાગવદર ગામના સરપંચે કોરોના વાઇરસને ખતમ કરવા દવાનો છંટકાવ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.  સરપંચ મહિપતભાઇ વરૂએ પોતાની ક્રેટા કાર ટેન્કર પાછળ જોડી કાર ઉપર દવાના ફૂવારા ગોઠવી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગામની સુરક્ષા માટે સરપંચે ટેન્કર સાથે પોતાની કાર જોડ્યાની પહેલી ઘટના છે. તકેદારીના ભાગરૂપે ક્રેટા કાર મારફત અહીં દરરોજ આ રીતે દવા છંટકાવ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...