તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Is Home Quarantine Violated Or Not? Formed A Team To Check It, The District Will Have A 24 Hour Control Room For Information

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:હોમ ક્વોરન્ટાઇનનો ભંગ થાય છે કે નહી ? તે ચકાસવા ટીમ બનાવી, જિલ્લાકક્ષાએ જાણકારી માટે 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત રહેશે

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયતોને નજર રાખવાની સોંપાઇ કામગીરી

સરકાર દ્વારા લોકડાઉનમા આંશિક છુટછાટ અપાતા અન્ય જિલ્લામાથી અમરેલી જિલ્લાના વતનીઓ મોટી સંખ્યામા વતન પહોંચી રહ્યાં છે. હાલ તો જિલ્લામા કોરોનાએ પ્રવેશ કર્યો છે ત્યારે તંત્ર દ્વારા હોમ કવોરેન્ટાઇન કરાયેલા લોકો ચુસ્ત પાલન કરે તે માટે દરેક તાલુકામા સ્કવોડ બનાવવામા આવી છે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ જાણકારી માટે 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતુ કે હોમ કવોરેન્ટાઇનના નિયમનુ ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા પગલા લેવામા આવી રહ્યાં છે. સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતને હોમ કવોરેન્ટાઇન વ્યકિતઓ પર નજર રાખવા તેમજ પાલન કરાવવાની જવાબદારી સોંપવામા આવી છે. પાલિકા કક્ષાએ વોર્ડ વાઈઝએક સમિતી બનાવવામા આવી છે. કોઇ વ્યકિત હોમ કવોરેન્ટાઇનનો ભંગ કરે તો જવાબદારી સમિતીની રહેશે. તાલુકા કક્ષાએ પાંચ વ્યકિતઓનીએક સ્કવોડ બનાવવામા આવી છે.આ ઉપરાંત જિલ્લા કક્ષાએ 24 કલાક કોલ સેન્ટર ઉભુ કરવામા આવ્યું છે. આ કંટ્રોલરૂમ દ્વારા હોમ કવોરેન્ટાઇન થયેલા વ્યકિતઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો