તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનો અંધેર:સુરતમાં વૃદ્ધ અને બાળકોને પણ અમરેલી જવા માટે અપાય છે પરમીશન

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરતથી મોટી સંખ્યામા બાળકો અને વૃધ્ધોને પણ મુસાફરી માટેની પરમીશન અપાઇ રહી છે. અમરેલીના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વારંવાર સરકારનુ ધ્યાન દોર્યુ પણ સરકાર સામે તેમનુ ચાલ્યુ ન હતુ.  હાલમા સુરતથી હજારોની સંખ્યામા અમરેલીના વતનીઓ આ વિસ્તારમા આવી રહ્યાં છે. પોતાના વતનથી દુર રહેતા કે ફસાયેલા લોકોને વતનમા જવા માટે સરકાર દ્વારા છુટ અપાઇ છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષથી નીચેના બાળકો તથા 65 વર્ષથી ઉપરના વૃધ્ધોને આવશ્યક સંજોગો સિવાય ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયેલો છે. તેમને મુસાફરીની પરવાનગી પણ આપવાની રહેતી નથી. આમ છતા સુરતના વહિવટી તંત્ર દ્વારા મોટી સંખ્યામા વૃધ્ધો અને બાળકોને જોખમી રીતે અમરેલી તરફ ધકેલવામા આવી રહ્યાં છે. જિલ્લાના વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ વારંવાર અને લેખિત સ્વરૂપે પણ આમ ન કરવા સરકારનુ ધ્યાન દોર્યુ હોવાનુ જાણવા મળેલ છે. જો કે ઉપરથી મળતા આદેશ સામે જિલ્લાના અધિકારીઓ લાચાર સાબિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો