તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ વિભાગ:25 દિવસમાં 1245 શિક્ષકોએ 282400 પેપરની ચકાસણી કરી

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 17 કેન્દ્ર પર પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ કરી માર્ક સાથે પેપર ગાંધીનગર શિક્ષણ વિભાગને પરત કર્યા

જિલ્લામાં 25 દિવસમાં 1245 શિક્ષકોએ ધોરણ 10 અને 12ના 282400 પેપરની ચકાસણી કરી છે. અહીં 17 કેન્દ્ર પર  જિલ્લા શિક્ષણ વિભાગે પેપર ચકાસણી પૂર્ણ કરી ગાંધીનગર શિક્ષણ માર્ક સાથે જવાબપત્ર પરત મોકલી આપ્યા હતા. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના જી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. અહીં લોકડાઉનમાં શિક્ષકોને પેપર ચકાસણી માટે ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલ ધોરણ  10 અને 12ના બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અહીં માધ્યમિકમાં અમરેલી 4, આંકડીયા 1, ધારી 1, લાઠી 1અને રાજુલા કેન્દ્ર પર 674 શિક્ષકોએ 211900  પેપરની ચકાસણી કરી હતી. તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમરેલીમાં 4, વડીયા 2 વાંકીય 1, લાઠી 1 અને  લીલીયા 1 કેન્દ્ર પર 571 શિક્ષકોએ 70582 પેપરની ચકાસણી કરી હતી.  જિલ્લામાં 16 એપ્રિલથી 10 મે સુધીમાં 17 કેન્દ્ર પર  1245 શિક્ષકોએ 282400 પેપરની ચકાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો