તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામા રાજયના અન્ય વિસ્તારો અને રાજય બહારથી લોકોનો આવવાનો સીલસીલો પુરજોશમા ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 13535 લોકો પ્રવેશયા હતાં. એક સપ્તાહ દરમિયાન અમરેલી જિલ્લામા 53030 લોકોને પ્રવેશ આપવામા આવ્યો છે. રાજય સરકાર દ્વારા મંજુરી અપાયા બાદ મોટી સંખ્યામા અમરેલી જિલ્લાના વતનીઓ અહી પરત ફરી રહ્યાં છે. પરત ફરી રહેલા લોકોમા સુરત અને અમદાવાદથી આવતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. અહીના લોકો મોટી સંખ્યામા સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારમા ધંધાર્થે સ્થાયી થયેલા છે.
આવનારા લોકોનો પ્રવાહ જ એટલો મોટો છે કે તંત્રની ક્ષમતા ટુંકી
જિલ્લામા 7709 લોકો રહી શકે તેવી કવોરેન્ટાઇન ફેસેલીટી ઉભી કરાઇ છે. તંત્ર દ્વારા બહારથી આવનારા લોકોને આ ફેસેલીટી સેન્ટરમા મોકલવાનો પ્લાન હતો. પરંતુ આવનારા લોકોનો પ્રવાહ જ એટલો મોટો છે કે તંત્રની ક્ષમતા ટુંકી પડી રહી છે. જેના પગલે તમામ લોકોને હાથ પર સિક્કો લગાવી તેમના ઘરે જવા દેવાય છે. દરમિયાન અમરેલી સિવીલમા આજે કોરોનાના વધુ 7 શંકાસ્પદ દર્દીને દાખલ કરવામા આવ્યા હતા. જે પૈકી એકનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો જયારે 6ના રીપોર્ટ બાકી છે. અત્યાર સુધીમા 166 શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.