તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:રાજુલામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી, પીએમ વગર પત્નીની અંતિમવિધિ કરી પૂરાવાનો નાશ કર્યો

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકની બહેને રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
મૃતકની બહેને રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઇલ તસવીર)
 • રાજુલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો, પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

રાજુલાના છતડીયા રોડ પર આવેલી આર્યન વ્હાઇટ એપારમેન્ટ ગુરુકુળ પાછળનો વિસ્તાર જ્યાં 2 માસથી કેહીબેન ઉર્ફે જીવુબેન નાથાભાઈ સાંખટ તેમના પુત્રને ત્યાં બે મહિનાથી રહેતા હતા. જીવુબેન અને તેમના પતિ નાથાભાઈ વચ્ચે 12 મેના વહેલી સવારે કોઈ માથાકૂટ થતા પતિ નાથાભાઈએ લાકડીથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. પ્રથમ રાજુલા હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને અમરેલી હોસ્પિટલ રીફર કર્યા હતા અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું. આથી ઘટના હત્યામાં પલટાઇ ગઈ હતી. છતાં પીએમ ન કરાવ્યું ત્યારબાદ પત્ની જીવુબેનને બાબરકોટ લઇ જઇ તેમની અંતિમ વિધિ કરી પૂરાવાનો નાશ કર્યો હતો. રાજુલા પોલીસને જાણ થતા તપાસ કરી  તો પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. 

મૃતકના બહેને રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

મૃતકના બહેન ભાણીબેન ભવનભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં જીવુબેનના પતિ નાથાભાઈ અને પુત્ર ગભાભાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના મામલે પી.આઈ.ઝાલા તપાસ ચલાવી રહ્યા છે અને પિતા પુત્રની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે. પોલીસે પૂરાવા નાશ કરવા અને હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપીને પ્રથમ કોરોના ટેસ્ટ કરાવી તેમની ધરપકડ કરવામાં આવશે. મહત્વ ની બાબત તો એ છે કે પત્નીના પતિ અને તેનો પુત્ર જ હત્યારા બન્યા હતા. 

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો