તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહાઆપતિ:51207 લોકોને કરાયા હોમ ક્વોરન્ટીન, જિલ્લામાં બહારથી આવતા પ્રવાસીઓનો અવિરત પ્રવાહ

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આજે વધુ 6508 લોકોની તપાસ કરી પ્રવેશ અપાયો

અમરેલી જિલ્લામા અન્ય જિલ્લામાથી આવતા લોકોનો ધસારો આજે પણ યથાવત જોવા મળ્યો હતો. આજે 6508 લોકોને આરોગ્ય ચકાસણી કરી અમરેલી જિલ્લામા પ્રવેશ અપાયો હતો. તો બીજી તરફ હાલના તબક્કે 51207 લોકોને હોમ કવોરેન્ટીન અને સરકારી ફેસેલીટી સેન્ટરમા કવોરેન્ટીન કરાયા છે. 
અન્ય સ્થળોએ ધંધાર્થે વસેલા લોકો વતન અમરેલી જિલ્લામા આવવા માંગતા હતા.
આર્થિક રીતે પછાત ગણાતા અમરેલી પંથકના લોકોને રોજગારી માટે સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોની વાટ પકડવી પડે છે. સામાન્ય રીતે ધંધાર્થે બહાર ગયેલા અહીના વતનીઓ તહેવારોના દિવસોમા કે વેકેશનમા કે પછી પ્રસંગોપાત અમરેલી જિલ્લામા આવતા હોય છે. કોરોનાની મહામારી અચાનક આવી ટપકતા અન્ય સ્થળોએ ધંધાર્થે વસેલા લોકો વતન અમરેલી જિલ્લામા આવવા માંગતા હતા. પરંતુ અત્યાર સુધી પરમીશન ન હતી. હવે પરમીશન મળતા જ લોકોનો મોટો પ્રવાહ રોજેરોજ અમરેલી તરફ આવી રહ્યો છે.
પ્રવાસની મંજુરી અપાયા બાદ 39495 લોકોએ અમરેલી જિલ્લામા પ્રવેશ મેળવ્યો છે
આજે ચાવંડ અને ભોરીંગડા ચેકપોસ્ટ પરથી બહારના જિલ્લામાથી વધુ 6508 લોકોને અમરેલી જિલ્લામા પ્રવેશ અપાયો હતો. આ તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામા આવી હતી. જો કે તાવ, શરદી, ઉધરસ કે શ્વાસની બિમારી એકેય પ્રવાસીમા નજરે પડી ન હતી. સરકાર દ્વારા આ રીતે પ્રવાસની મંજુરી અપાયા બાદ 39495 લોકોએ અમરેલી જિલ્લામા પ્રવેશ મેળવ્યો છે. હાલના તબક્કે અમરેલી જિલ્લામા 51207 લોકોને હોમ કવોરેન્ટીન તથા સરકારી ફેસેલીટી સેન્ટરમા કવોરેન્ટીન કરવામા આવ્યા છે. અગાઉ 8911 લોકોએ પોતાનો હોમ કવોરેન્ટીનનો 14 દિવસનો પીરીયડ પુર્ણ કરી લીધો છે.
વડિયાનું દંપતિ જેતપુરના કોરોના પોઝિટીવના સંપર્કમાં 
આજે જેતપુરના એક યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ યુવાન એમ્બ્યુલન્સમા હ્દયની બિમારી સબબ અમદાવાદ ગયો ત્યારે તેની સાથે વડીયાનુ દંપતિ પણ હતુ. આ અંગે જાણ થતા અમરેલી જિલ્લાનુ તંત્ર દોડતુ થયુ હતુ.
8ના રીપોર્ટ નેગેટીવ પણ વધુ 6 શંકાસ્પદ દર્દી    
ગઈકાલે સુરતથી આવેલા ખાંભાના ગીદરડી ગામના 3, સાવરકુંડલાના ડ્રાઈવર, અમરાપુરના આધેડ, પાંચ તલાવડાનો યુવાન અને અમરેલીના આધેડ તથા સમઢીયાળાના બાળકને કોરોનાની શંકા સાથે રીપોર્ટ કરાયા હતા. જો કે બીજી તરફ આજે વધુ 6 શંકાસ્પદ દર્દીઓને સિવીલમા દાખલ કરાયા હતા.
અત્યાર સુધીમાં 1576 રીપોર્ટ નેગેટીવ
જિલ્લામા હજુ સુધી કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ આવ્યો નથી. અગાઉ 159 દર્દીઓને કોરોના જેવા લક્ષણો જણાતા તેના રીપોર્ટ કરાયા હતા. જે નેગેટીવ આવ્યા હતા. આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસ જેવી બિમારીવાળા તથા શાકભાજી, ફ્રુટ અને કરીયાણુ વેચનારા મળી 1417 લોકોના પણ કોરોના ટેસ્ટ કરાયા હતા. બંને મળી 1576 રીપોર્ટ કરાયા જે તમામ રીપોર્ટ 
નેગેટીવ આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો