તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પ્રકોપ:અમરેલીમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી, અમરેલીમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી  ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. આજે શહેરનુ મહતમ તાપમાન 41.9 ડિગ્રી સુધી નોંધાયુ હતુ. અહી આકરા તાપ અને બફારાથી લોકો અકળાઇ ઉઠયાં હતા. આકાશમાથી જાણે અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ બપોરના સુમારે જોવા મળી હતી. ઉનાળો તેની ચરમસીમા પર હોય તેમ જોવા મળી રહ્યું છે. શહેરમા પાછલા કેટલાક સમયથી પારો સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 41.9 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.1 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 82 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8.3 કિમીની નોંધાઇ હતી. અમરેલી પંથકમા ઉનાળા દરમિયાન અનેક દિવસોએવા હોય છે કે જયારે રાજયમા સૌથી ઉંચુ તાપમાન નોંધાઇ છે. હાલ તો આકરા તાપ અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.ધોમધખતા તાપમાં તરસ છીપાવતા સાવજો ધારીના કુબડા ગામે રામગઢની સીમમા આવેલએક વાડીમા બપોરના સુમારે બે સિંહણ પોતાના બચ્ચા સાથે તરસ છીપાવવા આવી પહોંચી હતી. વાડીમા અવેડામા પાણી ભરેલુ હોય આ સાવજ પરિવારે અહી અડિંગો જમાવ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો