તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:અમરેલી પંથકમાં આકરાે તાપ: તાપમાનનો પારાે 41.4 ડિગ્રી

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળઝાળ ગરમીથી લાેકાે અકળાયા: ઠંડા પીણાનો સહારો

અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસાેથી તાપમાન સતત ઉંચકાઇ રહ્યું છે. જેને પગલે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પાેકારી ઉઠયાં છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 41.4 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ. બપોરના સુમારે તો જાણે અકાશમાથી અગનવર્ષા થતી હોય તેવો લોકોઅનુભવ કરી રહ્યાં છે. શહેરમા ઉનાળાએ જાણે તેનો આકરો મિજાજ બતાવ્યઓ હોય તેમ તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. જેને પગલે આકરોતાપ પડી રહ્યોછે. આજે શહેરનુ મહતમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.1 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 83 ટકા નાેધાયુ હતુ. અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9 કિમીની રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અહી માવઠાની સ્થિતિ પણ જાેવા મળી હતી અનેક સ્થળે કમાેસમી વરસાદ પણ ખાબકયો હતો જેને પગલે ખેતી પાકને પણ  નુકશાન થયુ હતુ. હાલ  તાપમાન સતત ઉંચકાયેલુ રહેતુ હોય લોકો આકરી ગરમીથી અકળાઇ ઉઠયાં છે. અાગામી દિવસાેમા હજુ પણ તાપમાન ઉંચકાઇ તેવી શકયતા જોવાઇ રહી છે. આમ,આકાશમાંથી અગનવર્ષા થતા લોકોએ ઠંડા, પીણાનો સહારો લીધો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો