તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધિરાણ:જિલ્લાભરના ખેડૂતોનું બેંક ધિરાણ આગળના વર્ષમાં કન્વર્ટ કરવા માંગ

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા ભારતીય કિસાન સંઘની મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત

જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ વસંતભાઈ ભંડેરીએ  મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાની માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડૂતોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે સીમિત માત્રામાં જણસ લઈ આવવા બોલાવવામાં આવે છે. માર્કેટીંગ યાર્ડમાં મંદીના કારણે ધીમી ખરીદી થઈ રહી છે. હજુ પણ ખેડૂતોના ઘરમાં પોતાની જણસ પડી જોવા મળે છે. હાલ લોકડાઉન જગતના તાતના હાલ બે હાલ થઈ ગયા છે.  જિલ્લામાં ખેડૂતો પાસે નાણાં નથી. જેના કારણે ખેડૂતોની બેંક ધિરાણ આગળના વર્ષમાં કન્વર્ટ કરવા માંગ છે. તેમજ જિલ્લામાં ઉનાળુ વાવેતર થઈ ગયું છે. અહીં ઉનાળાની આખરમાં પાણીની ઘટ સર્જાય શકે છે. જેના કારણે જિલ્લામાં સૌની યોજના હેઠળ ડેમ અને નદીમાં પાણી છોડવાની જરૂર ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો