તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહાઆપતિ:સુરતથી આવ્યો કોરોના, લોકડાઉનનાં 50 દિવસ બાદ અમરેલીમાં પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટીંબલાના 67 વર્ષીય વૃદ્ધા 26 મુસાફરો સાથે ગઇકાલે સુરતથી અમરેલી આવ્યા હતા : હવે રાજ્યના તમામ જિલ્લા કોરોનાગ્રસ્ત
  • વૃદ્ધા પોતાના ઘેર ગયા ન હતાં સીધા જ ક્વોરન્ટાઇ સેન્ટરમાં અને ત્યાંથી સિવીલમાં દાખલ કરાયા: સુરતના વહિવટી તંત્રને જાણ કરાઇ

જેની આશંકા સેવાતી હતી તે આખરે સાચુ ઠર્યુ છે. લોકડાઉનના 50 દિવસ સુધી અમરેલી જિલ્લો કોરોના મુકત રહી શકયો હતો. પરંતુ સરકારે 70 હજારથી વધુ લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાથી અમરેલી જવાની છુટ આપતા જ આખરે કોરોના સુરતથી અમરેલી આવી પહોંચ્યો હતો. અમરેલી તાલુકાના ટીંબલા ગામના 67 વર્ષીય વૃધ્ધા ગઇકાલે અન્ય 26 મુસાફરો સાથે અમરેલી આવ્યા બાદ આ વૃધ્ધાને તાવ હોય કોરોના ટેસ્ટ કરાતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ રાજયમા હવેએકેય જિલ્લો કોરોના મુકત રહ્યો નથી. કોરોનાને અમરેલી જિલ્લામા પ્રવેશવા ન દેવા લોકોએ ગજબની જાગરૂકતા દાખવી, વહિવટી તંત્રએ પણ દિવસ રાત મહેનત કરી, જેને પરિણામે લીલીછમ વેલી ગણાતુ અમરેલી 50 દિવસ સુધી ગ્રીન ઝોનમા રહ્યું. પરંતુ લોકોનેએક સ્થળેથી બીજા સ્થળે જવા દેવાની પરવાનગી આપવાના સરકારના નિર્ણયને પગલે આખરે અમરેલીમા કોરોનાનુ આગમન થયુ છે. સુરતના 27 મુસાફરોને લઇ ગઇકાલે બપોરેએકએસટી બસ અમરેલી આવી પહોંચી હતી. 
રાત્રે શ્વાસ લેવામા તકલીફ થતા ઓકસીજન પર રખાયા હતા
આ બસના તમામ મુસાફરોની અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આરોગ્ય ચકાસણી કરવામા આવી હતી જેમા અમરેલી તાલુકાના ટીંબલા ગામના અને હાલ સુરતના સના રોડ વિસ્તારમા રહેતા 67 વર્ષીય વૃધ્ધાને તાવ અને શરદીના લક્ષણો જણાતા બપોરે 1:30 કલાકે અમરેલી સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામા  આવ્યા હતા. રાત્રે શ્વાસ લેવામા તકલીફ થતા ઓકસીજન પર રખાયા હતા અને આજે સવારે ભાવનગર લેબમાથી તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે મહત્વપુર્ણ વાતએ છે કે સુરતથી આવેલા આ વૃધ્ધા પોતાના ઘરે પણ ગયા નથી. સુરતથી સીધા જ કવોરેન્ટાઇન સેન્ટરમા અને ત્યાંથી સિવીલ હોસ્પિટલમા દાખલ કરાયા છે. આ વૃધ્ધા સાથે સુરતમા સંપર્કમા આવેલા લોકો અંગે પણ ત્યાંના વહિવટી તંત્રને અહીથી જાણ કરાઇ હતી.
અમરેલીમાં છુટછાટ રાબેતા મુજબ ચાલુ રહેશે: કલેકટર વૃદ્ધા અમરેલી જિલ્લામા દાખલ થયા તે સાથે જ બિમારી ધ્યાને આવી જતા ગામમા જવા દેવાયા ન હતા. જેના કારણે આપણા જિલ્લામા કોઇ કન્ટેઇનમેન્ટએરીયા નથી. જેથી અત્યારે અપાયેલી તમામ છુટછાટો યથાવત રહેશે. દર્દીની  તબીયત અંગે દર 24 કલાકે બુલેટીન જાહેર કરીશુ. કોન્ટેકટ ટ્રેસીંગ અંગે સુરત પ્રસાશનને પણ જાણ કરાઇ છે.- આયુષ ઓક, જિલ્લા કલેકટર

પરિવારને લેવા ગયેલ રીક્ષા ચાલક પણ કવોરન્ટાઇન 
ટીંબલાના પ્લોટ વિસ્તારમા રહેતા વૃધ્ધાના પુત્રો સુરતમા હિરા ઘસે છે. પાંચ માસથી તેઓ પુત્ર પાસે સુરત ગયા હતા. પરિવારના 9 લોકો સુરતથી અહી આવ્યા હતા. વૃધ્ધાને સિવીલમા લઇ જવાયા બાદ પરિવારના બાકીના 8 લોકોને ટીંબલાનો રીક્ષા ચાલક અમરેલીથી ટીંબલા લઇ ગયો હતો. તેને પણ કવોરેન્ટાઇન કરાયો છે. આજે કલેકટર અને ડીડીઓ પણ ટીંબલા દોડી ગયા હતા. વૃધ્ધાના ઘરને સેનેટાઇઝ કરાયુ હતુ. જયારે તેના પરિવારના 8 લોકોને કવોરેન્ટાઇન ફેસેલીટી સેન્ટરમા લઇ જવાયા હતા.
જિલ્લો ગ્રીન ઝોનમાં યથાવત
જિલ્લામા ભલે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો પરંતુ અમરેલી જિલ્લાની અંદર કોરોના વાયરસ ફેલાવાની કોઇ ઘટના બની નથી. સુરતથી આવેલા વૃધ્ધાને સીધા જ અમરેલી સિવીલમા ખસેડાયા છે. જેથી અમરેલી જિલ્લો ગ્રીન ઝોનમા યથાવત છે. 
ખેડૂત તાલીમ કેન્દ્ર 24 કલાક માટે બંધ 
અમરેલીમા લીલીયા રોડ પર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે મુસાફરોની આરોગ્ય ચકાસણી કરાઇ છે. અહી આવેલા વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આગામી 24 કલાક સુધી આ કેન્દ્ર બંધ કરી તેને સંપુર્ણ સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.એસટી બસને પણ સેનેટાઇઝ કરાશે. 
26 સાથી મુસાફરોને કવોરન્ટાઇન કરાયા 
ટીંબલા ગામના આઠ મુસાફરો આ બસમા હતા. આ તમામ લોકો સહિત કુલ 26 લોકોને કવોરેન્ટાઇન કરી દેવામા આવ્યા છે. આગામી 14 દિવસમા આ સાથી મુસાફરોમાથી કોઇને કોરોના જેવા લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરાશે. 
તંત્ર વધુ દોડતું થયું
લોકડાઉનના 50 દિવસ બાદ અમરેલીમાં વહિવટી તંત્રએ જાગૃતતા દાખવી હતી. પરંતુ અમરેલીના ટીંબલમાં પ્રથમ પોઝિટીવ કેસ આવતાં તંત્ર વધુ દોડતુ થયું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો