તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોનાની મહામારીમાં ખાંભામાં સરકારી મેડિસીનનો જથ્થો રસ્તા પરથી મળી આવ્યો

અમરેલી10 મહિનો પહેલા
 • પ્લાસ્ટિકની બેગમાં દવાનો મોટો જથ્થો રઝળતો જોવા મળ્યો

ખાંભાના ડેડાણના પટેલપરા વિસ્તાર નજીક જાહેરમાં રસ્તા પર સરકારી મેડિસીનનો જથ્થો મળી અવ્યો છે. પટેલપરા નજીક હાઇવેના જાહેર રસ્તા પર દવાનો જથ્થો પડ્યો હતો. કોરોનાના કહેર વચ્ચે સરકારી દવાનો મોટો જથ્થો જાહેર રસ્તા પર મળી આવતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચા થવા લાગી હતી. સરકારી દવાનો મોટો જથ્થો પ્લાસ્ટિકની બેગમાં જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે કે કોઇ વાહનમાંથી પડી ગયો છે તે તપાસનો વિષય છે. આ જથ્થામાં મેડિસીનની ગોળીઓ, વેપન, ઓઆરએસના પેકેટ હોવાનું સામે આવ્યું છે. જો કે, આરોગ્ય વિભાગ આ ઘટનાથી અજાણ છે.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો