તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વૈશ્વિક મહામારી:અમરેલી ST તંત્રએ 4 દિ' માં 400 બસ સુરત મોકલી આપી

અમરેલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લાના લોકો સુરત અને અમદાવાદમાં મજુરી અર્થે ગયા હતા તે ત્યાં ફસાઈ ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના લોકોને પોતાના વતન જવા માટે છૂટ આપી છે. હાલ સુરતથી અમરેલી આવવા માટેનો ઘસારો વધ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા એસટી બસની મદદ લેવામાં આવી છે. અમરેલી એસટી ડીવીઝન દ્વારા 4 દિવસમાં સુરતથી લોકોને વતન લેવા માટે 400 બસ મોકલી હતી. આ તમામ પાસેથી રૂ. 225 ભાડું વસૂલી વતન લાવવામાં આવ્યા હતા. અમરેલી એસટી ડિવિઝનના વિભાગીય નિયામક ચારોલાએ જણાવ્યું હતું કે, અમરેલી વિભાગના 7 ડેપોમાંથી 8મીએ 100, 9મીએ 50, 10મીએ 100 અને 12મીએ 150 બસ સુરત મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો