તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:જિલ્લામાં 79 લોકો સામે લોકડાઉન ભંગ સબબ 42 ફરિયાદ, લટાર મારવા નીકળતા 88 વાહન ચાલકોના વાહન ડિટેઇન

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મરેલી જિલ્લામાં જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 79 લોકો સામે લોકડાઉન ભંગ સબબ 42 ગુના નોંધાયા હતા. અહીં કારણ વગર રસ્તાઓ પર રખડપટ્ટી કરવા નીકળતા 88 વાહન ચાલકોના વાહન ડિટેઇન કર્યા હતાઅમરેલી જિલ્લામાં લોકડાઉનનું  કડક પાલન પોલીસ કરાવી રહી છે. અન્ય જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશ અટકાવવા માટે જુદા જુદા માર્ગો પર 43 ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.  અહીં જિલ્લાના 19 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 મેના  રોજ 79 લોકો લોકડાઉનનું ભંગ કરતા પોલીસની ઝપટે ચડી ગયા હતા.  આ તમામ સામે પોલીસે 42 ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. કારણ વગર રસ્તાઓ પર ફરવા નીકળતા 88 લોકોના વાહન ડિટેઇન કર્યા હતા. જિલ્લામાં 16 વેપારી સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા, 5 લોકો  બીનજરૂરી આંટા મારતા 17 વ્યક્તિ જાહેરમાં એકત્રિત થતા, 1 ઈસમ માસ્ક પહેર્યા વગર નીકળતા, 9 શખ્સ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા, 25 લોકો અન્ય જિલ્લામાંથી પ્રવેશ કરતા અને 6 વ્યક્તિ હોમ કોરોન્ટાઈન્સ હોવા છતાં ઘરની બહાર નીકળતા પોલીસે ઝડપી લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો