તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:અમરેલી જિલ્લામાં કોરોના વોરિયર્સ માટે 3507 છાત્રોએ કૃતિઓ રજૂ કરી

અમરેલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનમાં રહેલા શબ્દોને કાવ્યો દ્વારા વર્ણવવામાં આવ્યા
 • ગૌરવ દિન નિમિતે ધો.3 થી 12ના છાત્રોએ ભાગ લીધો

જિલ્લામાં કોરોના વોરિયર્સ માટે જુદી જુદી શાળાઓના 3507 છાત્રોએ ચિત્ર, નિબંધ અને કાવ્યની કૃતિઓ રજુ કરી હતી. અહીં ગૌરવ દિન નિમિતે જિલ્લા શિક્ષણ વિભાગે ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા સ્પર્ધાનું આયોજન કર્યું હતું. 

શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ કૃતિઓનું પરિણામ જાહેર કરવામાં આવશે
અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના જે.એમ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થપના નિમિતે દર વર્ષે ગૌરવ દિન ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લામાં ધોરણ 3 થી 12ના બાળકો માટે ઘરે બેઠા  કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધા યોજાઈ હતી. અહીં 1 થી 10 મે દરમિયાન પ્રાથમિક વિભાગમાં 651 નિબંધ, 1110 ચિત્ર અને 255 કાવ્ય મળીને કુલ 2016 કૃતિઓ રજુ થઇ હતી. જ્યારે માધ્યમિક વિભાગમાં 784,  ચિત્ર 514, નિબંધ અને 193 કાવ્યની કૃતિઓ રજુ થઇ હતી. સમગ્ર સ્પર્ધા દરમિયાન 3507 બાળકોએ કોરોના વોરિયર્સ માટે જુદા જુદા પ્રકારની કૃતિઓ રજુ કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ કૃતિઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો