તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમરેલી:અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

અમરેલી6 મહિનો પહેલા
સીસીએફ વસાવડા
  • એક વર્ષમાં 286 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા

તુલસીશ્યામ રેન્જમાં આજે પુખ્ત વયના સિંહનું મોત નીપજ્યાનું સામે આવતા સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં અમરેલી જિલ્લામાં 21 સિંહોના મોત નીપજ્યા છે. સિંહોના કરવામાં આવેલા રેસ્ક્યુ એ રૂટિન પ્રક્રિયા છે. એક વર્ષમાં 286 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દલખાણીયા રેન્જમાં સિંહોમાં રોગચાળો ફેલાયેલો હતો તેવો રોગચાળો હાલ નથી. રેસ્ક્યુ કરેલા 17 સિંહોમાં બે સિંહોમાં હિમોગ્લોબીન ઓછું જોવા મળ્યું હતું. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસની વાત તદ્દન ખોટી છે. અખબારો અને સોશિયલ મીડિયામાં સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ આવ્યો તે સમાચાર ખોટા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો