તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોના વાયરસના હાહાકારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમરેલીમાં પણ એક મહિલાને કોરોના પોઝીટીવ આવતા વહીવટી તંત્ર અને પોલીસ સતર્ક બની છે. અહીં 13મેના રોજ એક જ દિવસમાં ચલાલા, વડીયા, વંડા, દામનગર, લાઠી, જાફરાબાદ, બગસરા, બાબરા, કુંડલા ટાઉન, અમરેલી તાલુકા અને સીટી, ધારી તેમજ રાજુલા પોલીસ સ્ટેશનમા 38 લોકો સામે હોમ કોરેન્ટાઈન્સમાં હોવા છતાં પણ ઘરની બહાર નીકળતા 37 ફરિયાદ નોંધાઈ હતી. તેમજ જિલ્લાના 19 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસમાં 161 લોકો સામે લોકડાઉન ભંગ સબબ 110 ફરિયાદ નોંધાઇ હતી. અહીં કારણ વગર માર્ગો પર લટાર મારવા નીકળેલા 54 વાહન ચાલકોના વાહન ડિટેઇન કર્યા હતા.
પોલીસે 110 ગુનાઓ નોંધી કાર્યવાહી કરી
જિલ્લામાં 23 વેપારીઓ ગ્રાહકો સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા, 22 લોકો બિનજરૂરી આંટાફેરા મારતા, 32 વ્યક્તિ જાહેરમાં એકત્રીત થતા, 6 શખ્સ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા, 40 લોકો અન્ય જિલ્લામાંથી ગેરકાયદેસર પ્રવેશ કરતા અને 38 વ્યક્તિ હોમ કોરોન્ટાઈન્સ હોવા છતાં પણ ઘરની બહાર નીકળતા પોલીસની ઝપટે ચડી ગયા હતા. તેમની સામે પોલીસે 110 ગુનાઓ નોંધી કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.