તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શહેરમાં દારૂના ગુનામાં આરોપી ઝબ્બે

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ સમર્પણ સર્કલ પાસેથી નાસતા-ફરતા ધોરાજીના શખ્સને દબોચી લીધો

જામનગરમાં સીટી સી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી દબોચી લીઘો હતો. જેને સીટી સી પોલીસને હવાલે કરાયો છે. જામનગરમાં એસઓજીના પી.આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએઆઇ વી.કે.ગઢવી અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સ્ટાફના રવિભાઇ બુજડ, હિતેશભાઇ ચાવડા અને હર્ષદભાઇ ડોરીયા સહિતની ટીમને સીટી સી પોલીસમથકના દારૂના એકગુનામાં નાસતા ફરતા આરોપી વિશે બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમ દોડી જઇ ત્વરીત દોડી જઇ ત્યાં તપાસ કરતા આરોપી બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલ મળી આવ્યો હતો.

પોલીસે દારૂના ગુનામાં એકાદ વર્ષથી નાસતા ફરતા મુળ ધોરાજીના સંધારીયા બજાર પાસે રહેતા આ આરોપીને સકંજામા લીધો હતો અને તેનો કોવિડ રીપોર્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા તેની વિધિવત અટકાયત કરી તેનો કબજો સીટી સી પોલીસને સુપરત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો