તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામનગરમાં મેડિકલ હોસ્ટેલના પાર્કિગમાંથી બાઇક ચોરનાર ઝબ્બે, સીસીટીવી ફુટેજની મદદથી ચોરાઉ વાહન સાથે દબોચી લીધો

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં મેડીકલ કોલેજની હોસ્ટેલના પાર્કિગમાંથી પાંચેક દિવસ પુર્વે બુલેટ બાઇક ચોરી થયાનો બનાવ બહાર આવ્યો હતો જેમાં સીટી બી પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી ચોરાઉ વાહન સાથે શખસને દબોચી લીઘો હતો અને ચોરાઉ વાહન કબજે કર્યુ હતુ. જામનગરમાં મેડીકલ કોલેજના હોસ્ટેલ નં.પાંચના પાર્કિગમાં પાંચેક દિવસ પુર્વે કોઇ તસ્કર રૂ.અડધા લાખની કિંમતનુ બુલેટ બાઇક ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી બી પોલીસમાં નોંધાઇ હતી.જે બાઇક ચોરી મામલે સીટી બીના પી.આઇ. કે.એલ.ગાધેના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરીહતી જેમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી પોલીસે તપાસનો દૌર આગળ ધપાવ્યો હતો.

જે દરમિયાન પોલીસે ટીમએ પુર્વબાતમીના આધારે વોચ ગોઠવી એક નંબર પ્લેટ વગરના બુલેટ સાથે જુની પોલીસ લાઇન પાસેથી પસાર થતા ચાલક યોગેશ ભરતભાઇ ગુજરાતીને અટકાવી તપાસણી કરતા ચેસીસ નંબરના ચકાસણી કરી હતી.જેની પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન આ બુલેટ ચોરાઉ હોવાનુ તેમજ પુછપરછમાં પાંચેક દિવસ પુર્વે જ સરકારી મેડીકલ કોલેજની હોસ્ટેલ-5ના પાર્કીગમાંથી ચોરી થયાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે ચોરાઉ વાહન કબજે કરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...