તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:જામનગરમાં ગાંધીનગર ઓવર બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી, ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલ ખસેડાયો

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેલવે ટ્રેક પર પટકાતા ગંભીર ઈજા થતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર શહેરના ગાંધીનગર ઓવરબ્રીજ પરથી આજે સવારે 40 વર્ષના અજાણ્યા યુવાને છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આત્મહત્યાના પ્રયાસમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તબીબો દ્વારા યુવાનને બચાવવા માટે સારવાર આપવામાં આવી
આજે સવારના સમયે જામનગર શહેરના ગાંધીનગર માર્ગ પર આવેલા ઓવરબ્રીજ પરથી 40 વર્ષના અજાણ્યા યુવાને છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં રેલવે ટ્રેક પર પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા યુવાનને બચાવવા માટે સારવાર આપવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...