કૉંગ્રેસનો મૌન વિરોધ:ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના થતા વેચાણના વિરોધમાં જામનગર યુથ કૉંગ્રેસે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે

ગુજરાતની પરિસ્થિતિ દારૂ અને ડ્રગ્સ બાબતે દિવસે ને દિવસે ખરાબ થવા લાગી છે. ગુજરાત અત્યારે 'ઉડતા ગુજરાત' તરફ આગળ વધી રહ્યું હોઇ તેવું ફલિત થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ થવાનું મુળ કારણ ગુજરાતમાં ચાલી રહેલું દારૂ અને ડ્રગ્સનું વેચાણ છે.

છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે
હાલમાં જ બોટાદ ખાતે થયેલ લઠ્ઠાકાંડ નો બનાવ નજર સામે જ છે. ગુજરાત માં થોડા થોડા દિવસે પકડતા ઘર ના જથ્થા ના સમાચાર પણ આપણે રોજ સાંભળીએ છીએ વાંચીએ છીએ ગુજરાત ના બંદરો પર થી સપ્ટેમ્બર 21 માં 3000કિલો, મે 22 માં 56 કિલો, જુલાઇ 22 માં 75 કિલો ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો તે પણ આપને સૌ જાણીએ જ છીએ. અને દારુ અને ડ્રગ્સ ની આવી પરિસ્થિતિ ને લીધે આજનું ગુજરાત નું યુવાધન બરબાદ થઇ રહ્યું છે. અને ગુજરાત ની સરકાર ને યુવાનો ની જરા પણ દરકાર ન હોઇ તેવું વલણ રાખી ને અવૈધ દારુ અને ડ્રગ્સ ના વેપલા ને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

યુથ કૉંગ્રેસે જામનગરમાં મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો
ગુજરાતમાં બેરોકટોક ડ્રગ્સ અને દારુના વેચાણ તથા ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવવા બદલ ગુજરાત સરકારના વિરોધમાં યુવક કોંગ્રેસ જામનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરનાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શરુ થયેલી આ રેલી તિનબત્તી, સુપર માર્કેટ સહિતના માર્ગો પર ફરી શહેર કાર્યાલય ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સરાહાબેન મકવાણા, કોંગ્રેસ અગ્રણી આનંદ ગોહિલ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિતના એનએસયુઆઇ યુવક કોંગ્રેસ તથા કોંગ્રેસના કાર્યકરો, હોદ્દારો મોટી સંખ્યામાં જોડાયા હતાં. કાર્યકરો દ્વારા મોઢા પર કાળુ કપડુ બાંધી મૌન રેલી યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...