જામનગરમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ આર.વી. વિંછીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટીમને કનસુમરા-મસીતીયા માર્ગ પર એક શખસ દેશી બનાવટની બંદુક સાથે આંટા ફેરા કરી રહયો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને પિયુષ ઉર્ફે વિશાલ રાજુભાઇ ઢચા(રે. મયુરનગર,નવા આવાસની બાજુમાં, ત્રણ માળીયા આવાસ)ને પકડી પાડયો હતો જેની તલાશી લેતા તેના કબજામાંથી દેશી બનાવટની બંદુક કબજે કરી આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.