તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:‘તમારૂ બાંધકામ ગેરકાયદે છે, 5 લાખ આપવા પડશે’

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોગ્રાફી કરાવી રકમ માંગતા ફરિયાદ

જામનગરના પવનચક્કી નજીક ચાલતા બાંધકામનું વીડિયો શૂટીંગ તેમજ ફોટોગ્રાફી કરી તેને વાયરલ કરી કામ બંધ કરાવવાની ધમકી આપી 5 લાખની માંગણી કરી રૂા.દોઢ લાખમાં સેટલમેન્ટ કરનાર શખસ સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જામનગર શહેરના પવનચક્કી પાસે કેનાલ રોડ પર બિંદિયા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પરેશ આત્મારામભાઈ લખીયરે પોતાનું મકાનનું નવું બાંધકામ શરૂ કર્યું હતું જે બાદ વીસેક દિવસ પૂર્વે કપિલ અરવિંદભાઈ જોઈસર (રહે. જિલ્લા જેલ રોડ, આર્મી ગેઇટ પાસે)એ પોતાના માણસો દ્વારા વીડિયો શૂટીંગ કરાવીને પરેશ તથા તેના ભત્રીજાને કહ્યું હતું કે, તમારું બાંધકામ ગેરકાયદેસર છે, જો બાંધકામ કરવું હોય તો રૂા.5 લાખ આપવા પડશે, નહીંતર બાંધકામ ગેરકાયદેસર ગણાવી મહાપાલિકામાંથી તોડાવી નખાવીશ.

જેને લઈને પરેશભાઈ તથા તેનો ભત્રીજો સંદીપ પરેશાન થઈ ગયા હતા. આ બાબતે તેમણે કપિલ સાથે બેઠક કરી વાતચીત પણ કરી હતી જેમાં રકઝકના અંતે 1.50 લાખની માંગણી કરી હતી અને જો આ પૈસા નહીં આપ અને મારા વિરૂદ્ધ ફરિયાદ કરીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ અને જીવથી હાથ ધોવો પડશે તેમજ તારું બાંધકામ આજીવન થવું નહીં થઉં તેવી ધમકીથી કંટાળેલા પરેશભાઈએ પોલીસમાં કપિલ જોઈસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળજબરીથી પૈસા પડાવવા, ધમકી આપવી વગેરે કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...