જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેના ફાટક પાસે પસાર થતી ટ્રેન નીચે પડતું મુકી એક યુવતીએ આપઘાત કર્યો હતો. પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જામનગરમાં વામ્બે આવાસમાં આઠ માળીયા બ્લોકમાં રહેતા ભાવેશ મોહનભાઇ પંચાસરાની 18 વર્ષીય પુત્રી કાજલબેને ગઇકાલે સાંજે આઠેક વાગ્યે દિગ્જામ સર્કલ પાસેના રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે ઘટનાસ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય બનાવમાં કાલાવડના મોટીવાવડી ગામની સીમમાં રહેતી આનંદીબેન સંજયભાઇ ડામોર નામની પરપ્રાંતિય શ્રમિક યુવતીને ઘરે અચાનક ચક્કર આવતા તાણ આચકી ઉપડતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઇ જવાઇ હતી જયાં સારવારમાં તેનું મૃત્યુ નિપજયું હતું.
બનાવની મૃતકના પતિ સંજયભાઇ ડામોરે જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરીજનનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.