વિવાદ:દરેડ નજીક યુવાન પર સાળા સહિત 4 શખસોનો ઘોકા-પાઇપ વડે હુમલો

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરની ભાગોળે સાંઢીયા પુલ તરફ જતાં માર્ગ પરનો બનાવ
  • પડધરીના 1 સહિત 3 અજ્ઞાત સામે ફરીયાદ, આરોપીઓની શોધખોળ

જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક યુવાનને સાંઢીયા પુલ તરફ જતા માર્ગ પર રોકી લઇ તેના પડધરીમાં રહેતા સાળા અને બે અજાણ્યા શખસે ઘોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ નોંધાઇ છે.ભોગ બનનારના પત્નીનુ ચાર વર્ષ પુર્વે બિમારીમાં અવસાન થયુ હતુ જે વાતનો ખાર રાખી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના નવાગામ ઘેડમાં સ્લમ બોર્ડ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા રીયાઝભાઇ મહમદભાઇ દોદાઇ નામના યુવાને પોતાના પર લાકડાના ઘોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પંચ બી પોલીસ મથકમાં નઇમ ઇકબાલભાઇ મલેક (રે.પડધરી) અને એક મોબાઇલ નંબર ધારક સહિત ત્રણ સામે ફરીયાદ નો઼ધાવી છે.

ભોગગ્રસ્ત રીયાઝભાઇના પત્ની ઇશરતબેનનુ ચાર વર્ષ પુર્વે કેન્સરની બિમારી સબબ તેના માતા-પિતાના ઘરે પડધરી ખાતે અવસાન થયુ હતુ જે વાતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ પંચ બી પોલીસે હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...