ક્રાઇમ:જામનગરના ખીમલિયા ગામે દારૂની બાતમીના મનદુ:ખમાં યુવકની હત્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવાયું

જામનગર નજીકના ખીમલીયા ગામે ગુરૂવારે મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. અગાઉ દારૂ પ્રકરણમાં પોલીસને બાતમી આપવાને લઇને ગામના જ શખ્સોએ યુવાનની હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.જામનગર પંથકમાં ચકચાર જગાવનાર હત્યાના આ બનાવની વિગત મુજબ, જામનગરની ભાગોળે આવેલ ખીમલીયા ગામે ગુરુવારે મોડી રાત્રે સીમ વિસ્તારમાં મહેશભાઈ કાનજીભાઈ વાઘોણા (ઉ.વ.33) નામના યુવાન પર હુમલો કર્યો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરી આરોપીઓએ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા યુવાન ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેમનું સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં જ ઢળી પડેલ યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટના અંગે જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ થયેલ યુવાનનાં દેહનો કબજો સંભાળી પોલીસે સ્થળ પંચનામું કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે કોળી પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. પી.આઇ. સી.એસ. કાટેલીયા સહિતના સ્ટાફે ત્વરિત તપાસ હાથ ધરી હતી.

જેમાં મૃતક જામનગરના ભોઈના ઢાળીયા પાસે આવેલા કોળીવાસમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાન આરોપીઓની દારૂ સંબંધીત બાતમી પોલીસને આપતો હોવાના મનદુ:ખને લઇને આ હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જામનગરના જ હત્યા નિપજાવી નાશી ગયેલા ત્રણ આરોપીઓ જેમાં અમિત અશોકભાઈ પીપલિયા, સાગર ઉર્ફે ધમભા મહાકાલ, જયસુખ કારડિયા અને આકાશ ઉર્ફે બબન પરેશભાઈ કોળીની ઓળખ થતા તેની સામે હત્યા સંબંધિત ફરિયાદ નોંધી છે. ત્રણેય આરોપીઓના સગડ મેળવવા માટે પોલીસ દ્વારા હાલ જુદી-જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. આ મામલે મૃતક યુવાનની પત્ની પૂનમે પોલીસ મથકે શુક્રવારે સવારે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...