અકસ્માત:લાખાબાવળ પાટિયા પાસે કારની ઠોકરે યુવાનનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માત નિપજાવી કારચાલક નાસી છૂટ્યો

જામનગર નજીક લાખાબાવળના પાટીયા પાસે રવિવારે પુર ઝડપે દોડતી કારે બાઈકને ઠોકર મારી નિપજાવેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યું નિપજ્યું છે. પોલીસે નાશી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર-ખંભાળિયા રોડ પર રવિવારે લાખાબાવળ ગામના પાટીયા પાસે જી.જે.10 બીબી.9266 નંબરના બાઈકને પૂરઝડપે બેફીકરાઇ અને ગફલતભરી રીતે ડ્રાઇવીંગ કરી જી.જે.1 કે.એમ.0189 નંબરની વર્ના કારના ચાલકે અકસ્માત નિપજાવ્યો હતો.

જેમાં પ્રકાશસિંહ રાઠોડ (ઉ.વ.20) નામના બાઈકચાલકને શરીરના અન્ય ભાગે નાની-મોટી ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું છે. જયારે આ અકસ્માતની જાણ થતા સિક્કા પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના મામા અનિરૂધ્ધસિંહ ગુલાબસિંહ ચૌહાણએ નાશી ગયેલા કાર ચાલક સામે સિક્કા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.ડી. પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...