તપાસ:સુપર માર્કેટમાં હોટલમાંથી નીચે પટકાતા યુવાનનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા માળેથી અકસ્માતે નીચે ખાબકયો

જામનગર શહેરના મધ્યમાં આવેલી સુપરમાર્કેટમાં હોટલમાં ઉતરેલા યુવાન વ્હેલી સવારે હોટલના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. જામનગર શહેરમાં મધ્યમાં આવેલા સુપર માર્કેટમાં શ્રી સિધ્ધિ વિનાયક હોટલમાં પોરબંદરના સીંગારીયાના રહેવાસી યુવાન અર્જુન રાજાભાઇ દાસ ઉતર્યો હતો.

દરમિયાન રવિવારના વ્હેલી સવારે હોટલના ત્રીજા માળે ઉભો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જતાં ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તેના મૃતદેહનો કબજો સંભાળી તેના પરીવારને જાણ કરી હતી તેમજ બનાવ કેવી રીતે બન્યો તે તપાસમાં લાગી ગયા હતાં. આ બનાવ શહેરમાં ટોક આેફ ધી ટાઉન બન્યાે છે.

અન્ય સમાચારો પણ છે...