તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડના ખંઢેરા સીમની ઘટના:જંતુનાશક દવા છાંટેલું શાક ખાધા પછી યુવકનું મોત, અન્ય 3 હોસ્પિટલાઇઝ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફુડ પોઈઝનિંગ કે જંતુનાશક દવાની અસરથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન, એક યુવાનની હાલત ગંભીર

કાલાવડ તાલુકાના ખંઢેરા સીમમાં રહેતા એકજ કુટુંબના ત્રણ ભાઇ સહિત ચાર લોકોએ બપોરે વાડીએ ઉગાડેલુ વાલોરનુ શાક ખાધા બાદ તમામને ઉલ્ટી ઉબકા સાથે વિપરીત અસર થતા તુરંત સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ ખસેડાતા સારવારમાં એક યુવકનુ મોત થયુ હતુ.જયારે અન્ય એક ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના કોળી ફળીયુના મુળ વતની કલ્પેશ કનુભાઇ તાવીયાડ ઉપરાંત તેના ભાઇ મહેશભાઇ અને સોમાભાઇ તેમજ રાહુલ છગનભાઇ ભગોરા સહિત ચારેય વ્યકિતઓએ બપોરે વાડીમાં ઉગાડેલુ વાલોરનુ શાક આરોગ્યુ હતુ.ત્યારબાદ થોડા સમય પછી ચારેયને એકદમ ઉલટીઓ અને ઉબકાઓ થતા તુરંત ચારેયને સારવાર અર્થે શહેરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયા હતા.

જયાં સારવાર દરમિયાન કલ્પેશભાઇ (ઉ.વ.20)નુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અત્ય ત્રણેય લોકો હજુ હોસ્પીટલમાં સારવાર લઇ રહયા છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્ય છે. બનાવની જાણ કરાતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડી ગઇ હતી.મૃતક યુવાનનુ ફુડ પોઇઝનીંગ કે જંતુનાશક દવાની વિપરીત અસરથી મૃત્યુ નિપજયુ હોવાનું અનુમાન જાહેર થયુ છે. પોલીસે મૃતકના ભાઇનુ નિવેદન નોંધી મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

શાકભાજી અડધો કલાક પાણીમાં પલાળી રાખવા જોઇએ
માર્કેટમાં શાક ઘરે આવે ત્યારે તેનો તરત ઉપયોગ કરવાના બદલે લોકોએ તેને અડધી કલાક જેટલો સમય પાણીમાં પલાળી શાકભાજીને રાખવી જોઇએ.તેમાં પણ જો માપસર ખાવાનો સોડા નાખવામાં આવે તો વધુ સારૂ, આનાથી રાસાયણિક ખાતરો અને દવાઓનો પ્રભાવ નહિવત બની જાય છે.> ડો.મનિષ મહેતા, હેડ-મેડીસીન વિભાગ,જી.જી.હોસ્પીટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો